સવાઈ માતા - ભાગ 69

  • 1.8k
  • 1
  • 874

આ તરફ રમીલાનાં એમ. બી. એ. ના ભણતરને અને સમુ તથા મનુનાં શાળાકીય ભણતરનું એક-એક સેમેસ્ટર પૂરું થયું. રમીલા આખા દિવસની નોકરી સાથે પણ તેની કૉલેજમાં દ્વિતીય ક્રમે ઉત્તીર્ણ થઈ. સમુ અને મનુ પણ ઠીકઠીક ગુણથી પાસ થયાં. તેમની ગ્રહણક્ષમતા જરૂર વધી હતી અને વિવિધ ભાષા ઉપર પણ પકડ મજબૂત થઈ રહી હતી. વચ્ચે વચ્ચે નિખિલ સાથે થતી મુલાકાતોમાં મનુનો ઈતિહાસ પ્રત્યેનો રસ વધી રહ્યો હતો. નિખિલ ક્યારેક પોતાની અંગત લાયબ્રેરીમાંથી તો ક્યારેક બુકસ્ટોરમાંથી ખરીદીને તેને ઈતિહાસનાં પુસ્તકો વાંચવા આપતો. પાછો ફોન ઉપર પણ તેની સાથે ઈતિહાસ વિષયક ચર્ચા કરતો રહેતો. સમુનો પ્રિય વિષય ભૌતિક વિજ્ઞાન બની ગયો. તેને તેના