સર આઈઝેક ન્યુટન

  • 2.5k
  • 1
  • 1.4k

"તમે જે જાણો છો એ એક બુંદ માત્ર છે, જે નથી જાણતા એ અગાધ સમુદ્ર છે".  આવું ગહન વિધાન કરનાર વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકના જીવન વિશે, એમના વિકટ સમય વિશે કે પાંગળા બાળપણ વિશે જાણીએ તો એમના પ્રત્ય્રેના આદર અને સન્માનમાં ચોક્કસ વધારો થશે.  4 જાન્યુઆરી 1643 ના દિવસે, ઇંગ્લેન્ડના વુલ્સથોર્પે ગામમાં એક અભણ ખેડુતના ઘરે આ 'જીનીયસ' નો જન્મ થયો. પ્રિ-મેચ્યોર જન્મ હોવાને કારણે શરીરે સાવ નાજુક અને નબળુ બાળક એક દિવસ પણ જીવશે કે નહીં એ પ્રશ્ન હતો. દુનિયામાં આવ્યાના પ્રારંભે જ અંતનો પ્રતિકાર કરનાર આ બાળક સામે અનેક પડકારો હતા. કમભાગ્યની શરૂઆત જન્મ પહેલા જ થઈ ગયેલી, પિતાએ આ