એક પંજાબી છોકરી - 25

  • 1.9k
  • 986

સોનાલીએ ચીસ પાડી પણ સોનાલીનો અવાજ કોઈ સુધી પહોંચ્યો નહીં.સોનાલી જેવી કૉલેજના ગેટની બહાર નીકળી તેને નવ દસ બાઇકવાળા થર્ડ ક્લાસ લોકોએ ઘેરી લીધી. એમનાથી ડરીને સોનાલી એ ચીસ પાડી,પણ બધા ક્લાસરૂમમાં હતા.ત્યાંના ક્લાસરૂમ એવા હતા કે અંદરનો અવાજ બહાર ના જાય અને બહારનો અવાજ અંદર ના આવી શકે.સોનાલી એકદમ સુંદર હતી એટલે આ લોકો ઘણા દિવસથી સોનાલીને પકડવાનો પ્રયત્ન કરતા હતા પણ સોનાલી સોહમ સાથે જતી હોવાથી મોકો મળતો નહોતો અને આજે તેમને સારો એવો અવસર મળી ગયો.સોનાલી આખી પરસેવાથી રેબઝેબ થઈ ગઈ.તેને ખૂબ જ ડર લાગતો હતો પેલા લોકો સોનાલીની ફરતી બાજુ બાઇક ફેરવતા હતા ને તેને પાસે