દિર્ધાવી

  • 1.8k
  • 1
  • 692

દિયા નામ હતું એનું, અમારા પાડોશમાં જ રહેતી. એકદમ ચંચળ સ્વભાવની અને ભોળી ભટ્ટ હતી. ઉંમર એની 11 વર્ષ હતી પણ વાતો જાણે ભારતની પ્રધાનમંત્રી હોય એમ એવી મોટી મોટી કરતી. એને જોઈને મને વોટ્સએપમાં આવતો હસતો ઈમોજી યાદ આવી જતો. દિયા અને મારો દીકરો ધ્યાન બંને સરખી ઉંમરનાજ હતા. એકજ સ્કૂલમાં જોડે હોવાથી દિયા અવારનવાર અમારા ઘેર આવતી. ધ્યાનને દિયાનું પાગલપન નહોતું ગમતું. એ કોઈજ વાતને સિરિયસ લેતી જ નહોતી. એના મમ્મી પપ્પા એ બહુજ લાડકોડમાં ઉછેરી હતી એમાં પણ એકની એક જ એટલે વધારે પ્રેમ મળ્યો હતો એને જીવનમાં. એકવાર દિયા મારા ઘેર આવી. મને ધ્યાન વિશે કહેવા