દીકરી વ્હાલનો દરિયો

  • 1.8k
  • 580

પંક્તિ પંક્તિ પંક્તિ... ચારે કોરથી પોતાનું નામ ગુંજી રહ્યું છે. પંક્તિ વિપક્ષમાં કબડ્ડી કબડ્ડી કબડ્ડી... કરતાં કોર્ટમાં ઘુસવાનો પ્રયત્ન કરે છે. અચાનક વિપક્ષ ટીમમાં કોઈને અડકીને કોર્ટની બહાર નીકળવા જાય છે, ત્યાં વિપક્ષ ટીમ તેને ઘેરી વળે છે, તેનો હાથ અને પગ પકડી તેને પોતાના ક્ષેત્રમાં ઘસડી રહી છે. પંક્તિ નીચે ફંગોળાઈ બોર્ડર ટચ કરવાં હાથ લંબાવે છે, તેનો શ્વાસ રૂંધાઈ જાય છે, પણ તે હાર નથી માનતી. હાથ બોર્ડર લાઈનને ટચ કરવા ઊંચકે છે.... ત્યાં જ..`પંક્તિ ઓ પંક્તિ ઊઠ હવે, સ્કુલે નથી જવાનું ? આજે મેથ્સની ટેસ્ટ છે. બધુ પ્રીપેર થઈ ગયું છે તારે ?’ પંક્તિનું સપનું તૂટે છે,