કુદરત

  • 2.1k
  • 1
  • 678

" ચોમાસું તો વખે વખે કાઢ્યું, પણ શિયાળો કઈ આપે તો હારું સ." મોહનભાઇ તેમની પત્નીને ખેતરે ચાલતાં ચાલતાં કહે છે. " તમે ચિંતા ન કરો, હારું જ જશે." પત્ની રમાબેને હિંમત વધારતા કહ્યું. ખેતી એટલે કુદરતના મહેરબાની. જો કુદરત તરફેણમાં રહે તો ખેડૂતભાઈ રાજીના રેડ રહે. પણ માનવીની પ્રવૃત્તિના લીધે વાતાવરણમાં પલટો આવી ગયો છે. જેની માઠી અસર ખેડૂત પણ ભોગવે છે. મોહનભાઈએ ચોમાસું તો જેમ તેમ કરીને કાઢ્યું હતું પણ આગળ કાળ જેવું આખું વર્ષ બેઠું હતું. ડગલે માપી લઈએ એટલી જમીન અને ઉપરથી પરિવારને પાળવાનો બોજ. આ બોજ તળે માણસ દબાઈ જતો હોય છે. પરિવારના ભારણથી મોહનભાઇ