અ - પૂર્ણતા - ભાગ 12

  • 2.6k
  • 1
  • 2.1k

રિઝલ્ટનું પૂછતાં જ હેપ્પી બોલી, "તું ઉપરથી ટોપ પર અને હું નીચેથી ટોપ પર." "હે???" રેના આશ્ચર્યથી બોલી. થોડી વાર તો હેપ્પીનું મોઢું ગંભીર જોઈ રેનાને નવાઇ લાગી. જો કે હેપ્પી જેનું નામ હોય એ વધુ વખત ગંભીર મોં રાખીને કઈ રીતે બેસી શકે. રેનાનો ચહેરો જોઈ હેપ્પી ખડખડાટ હસી પડી. "તને બુદ્ધુ બનાવવું કેટલું સહેલું છે નહિ?" હવે રેનાને લાઈટ થઈ કે હેપ્પી મજાક કરે છે આથી તે પોતાના હાથમાં રહેલું પુસ્તક લઈ હેપ્પીને ધીબેડવા લાગી. "અરે, સોરી...સોરી...યાર, તું ટોપ પર છે અને હું ત્રીજા નંબર પર બસ...શાંત થઈ જા મારી મા..." આમ કહી હેપ્પીએ બે હાથ જોડયા. હેપ્પીને