આશાનું કિરણ - ભાગ 4

  • 1.9k
  • 1k

દિવ્યા પોતાના ક્લાસમાં લંગડાતી લંગડાતી એન્ટર થાય છે. એના પગમાંથી એકાદા બે લોહીના ટપકાઓ ક્લાસના એન્ટ્રીમાં પડે છે અને એ રણમસ મોઢા એ છેલ્લી બેચમાં જઈને બેસે છે.દિવ્યાને ક્લાસમાં આવતી જોઈ અને ક્લાસના છોકરા છોકરીઓ હોબાળો કરવા માંડ્યા." બુદ્ધુ બુધુ બુધ્ધુ..... "દિવ્યાને ખાસ કંઈ આમાં સમજાતું ન હોવાથી એ લંગડાતા લંગડાતા પોતાની છેલ્લી બેંચે જઈને બેસી ગઈ. ક્લાસની મોનિટર એ નોટ કર્યું કે બધા અવાજ કરે છે. એટલે એને તરત પોતાની પોઝિશન લઈ લીધી." કોઈ અવાજ કરશે નહીં. જે લોકો અવાજ કરશે એમનું નામ હું ટીચર્સ ને આપી દઈશ. પછી કોઈને પનિશમેન્ટ મળશે તો હું જવાબદાર નથી."----મોનિટરની વાત સાંભળી અને