બગીચો

  • 1.8k
  • 2
  • 528

સંઘર્ષો થકી જિંદગી જીવી ચૂકેલુ તન બહારથી કઠણ અને અંદરથી નરમ હતુ. ચહેરા પર સમય સાથે ખિચતાનના ઘા એટલે કે કરચલી પડેલી હતી. આંખો ઝાંખી પણ કપરા સમયને જોઈ લીધો હતો. હાથમાં લાકડી લઈને નિત્યક્રમ મુજબ બગીચા સુધી પગને સથવારો આપતી. ઘડપણ એ અનુભવથી ભરપૂર હોય છે પણ કશું જ ન કરી શકવાની અવહેલના પણ હોઈ છે. મગનકાકા જુવાન હતા ત્યારે તેમની અંદર જુસ્સો, હોશ અને સમજણથી પરિપક્વ હતા. તેઓ માપીને બોલતા પણ વજન પડતો. ગામમા હતા ત્યાં સુધી તેમનુ વચસ્વ ખૂબ જ હતુ. તેમનો પડતો બોલ જીલાતો. લોકો તેમની સલાહ માગતા.સમાજમાં શાખ અને મોભો મોંઘા મોલનો હતો.પણ સમય ક્યાં