તારી પીડાનો હું અનુભવી - ભાગ 5

  • 2k
  • 890

હું ઘરે જઈને થોડું રિલેક્સ થઈ. મિરાજને જોઈને મને મારા પર વીતેલા દિવસો યાદ આવી ગયા પણ મારા ભૂતકાળમાં ઊંડા ઊતરવાની મને જરાય ઈચ્છા નહોતી.ભૂતકાળને યાદ કરવામાં મજા નથી. જો એ સારો હોય અને વર્તમાનમાં તકલીફો હોય તો ભૂતકાળ યાદ કરીને માણસ દુઃખી થાય. અને જો ભૂતકાળ ખરાબ હોય અને વર્તમાનમાં બધું બરાબર ચાલતું હોય તો ભૂતકાળમાં ગરકાવ થઈને આપણે સારા વર્તમાનને પણ વેડફી નાખીએ છીએ.ખુરશી પર બેસી મેં પલંગ પર પગ લંબાવ્યા. હું બારીની બહાર જોવા લાગી. આજે આછો તડકો હતો. વાદળા ઘેરાયેલા હતા, છતાં વરસાદની આ સીઝન નહોતી. ક્યારેક સીઝન વિના જ વરસાદના છાંટા આવી જાય એવું બને.