અ - પૂર્ણતા - ભાગ 8

  • 2.7k
  • 2.2k

મનહરભાઈના ઘરે સોપો પડેલો હતો. બધાના કાનમાં ફક્ત રેનાના શબ્દો ગુજતા હતાં. રેવતી બહેને ફરી એકવાર રેનાને પૂછ્યું, "શું કહ્યું તે?" રેના ફરી ચોધાર આંસુએ રડતાં બોલી, "હા મમ્મી, વિક્રાંતએ મારી સાથે બળજબરી કરવાની કોશિષ કરી હતી." રેના આગળ હજુ કઈ બોલે એ પહેલા જ ફરી વૈભવના નંબર પર એક મેસેજ આવ્યો જે એક વીડિયો હતો. વૈભવે જેવો વિડિયો ઓપન કર્યો કે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. વિડિયો જોઈને રેના પર રીતસરનો તેને કાળ ચડ્યો. તે રેના તરફ ધસ્યો અને ફરી જોરથી હાથ ઉપાડવા જ જતો હતો કે પાછળથી અવાજ આવ્યો, "મમ્મી..." આ બધા અવાજ અને વૈભવના ઘાંટાથી પરી