વેદના

  • 2k
  • 642

વેદના    લગભગ ચાલીસ મિનિટ થી આમતેમ આંટા મારતી શિખા ગુસ્સામાં લાલ થઇ રહી હતી..  ફર્નિચર વગરના ઘરમાં બેસવા માટે પણ કશુંજ નહોતું…  કદાચ એટલે જ એ વરંડા માં એક પાળી ઉપર બેસી ને વારે વારે પોતાનો સમાન લઇ ને આવતી ટ્રક ના ડ્રાઈવરને  ફોન લગાવ્યે જતી હતી.    જો કે થોડી અકળામણ એને સામે ના ઘરમાં ઉભેલા ટકલા કાકા ને જોઈ ને થતી હતી..  ક્યારના એ ટકલા અંકલ ટગર ટગર જોઈ ને સ્માઈલ કર્યા કરતા... "બુઢ્ઢા થઇ ને એક યન્ગ છોકરી ઉપર આંખો સાફ કરે છે,.. શરમ પણ નથી આવતી..” ગુસ્સામાં ને ગુસ્સામાં એ બબડતી હતી..    થોડી જ ક્ષણોમાં    વૃંદાવન સોસાયટી માં 41 નંબરના બંગલા