ગુજરાત મ્હોરી મ્હોરી

  • 1.6k
  • 1
  • 538

' નિજ ' રચિત એક સુંદર લઘુ કથા: *ગુજરાત મ્હોરી મ્હોરી* યામિનીના સ્કૂટર પાછળ બે બાઈક ક્યારનીય પીછો કરી રહી હતી. બંને બાઈક પર ચાર યુવાન છોકરાઓ બેઠા હતા એવું લાગતું હતું. યામિનીને ગભરામણ છૂટી રહી હતી.શું ભોગ લાગ્યા કે હું વળી મિનીની બર્થડે પાર્ટીમાં ગઈ. રાતના 12 વાગ્યા હતા. રાત પાછી અમાસની હતી. આમ તો આ રસ્તો જાણીતો હતો. દિવસે ચહલપહલથી રસ્તો ભરેલો લાગતો. બસ આ પાંચ કિલોમીટરનો પટ્ટો રાત્રે ભેંકાર ભાસતો. યામિનીને પરસેવો વળવા લાગ્યો. મારી સાથે કંઈ અઘટિત તો નહીં થાય ને? અચાનક સ્કુટર બંધ પડી ગયું. એ હવે પુષ્કળ ગભરાઈ ગઈ. ઉતરીને કિકો માર માર કરી