કર્તમ ભુગતમ

  • 2.1k
  • 1
  • 786

કર્તમ ભુગતમ- રાકેશ ઠક્કર શ્રેયસ તલપડે અને વિજય રાજની ફિલ્મ ‘કર્તમ ભુગતમ’ને સમીક્ષકોએ ઠીક ગણાવી છે. પાંચમાંથી અઢી સ્ટાર એની હકારાત્મક બાબતોને કારણે આપ્યા છે અને અઢી સ્ટાર નકારાત્મક બાબતો ગણાવી કાપ્યા છે. વાર્તા રસપ્રદ હોવા છતાં સોહમ શાહનું નિર્દેશન ખાસ નથી અને નિર્માણમાં વધુ ખર્ચ કરવામાં આવ્યો નથી તેથી દર્શકોને એમાં બહુ રસ પડ્યો નથી. ફિલ્મની વાર્તા એનું જમા પાસું છે.દેવ જોશી (શ્રેયસ) ન્યુઝીલેન્ડથી ભારત આવે છે. પિતાના અવસાન પછી એમની બધી મિલકત વેચીને એણે દસ દિવસમાં પાછા ફરવાનું હોય છે. એક જ્યોતિષ અન્ના (વિજય) એને કાહે છે કે તે પાછો જઈ શકશે નહીં. એ વાત મનમાં ઘૂમરાયા કરે