એક પંજાબી છોકરી - 19

  • 1.9k
  • 1.1k

સર કહે છે સોહમ અને સોનાલી એ આપણી શાળાનું જ નહીં પરંતુ સમગ્ર પંજાબનું નામ બધે જ રોશન કરી દીધું છે તો આપણી પણ ફરજ બને છે કે આપણે તે બંનેનું દિલથી સમ્માન કરી, તેમને કંઇક પુરસ્કાર આપી તેમની અથાગ મહેનતને બિરદાવીએ.આપણી શાળા તરફથી હું સોહમ અને સોનાલીને પંદર હજાર રૂપિયા અને સાથે સાથે મેડલ આપું છું, તો સોહમ અને સોનાલી સ્ટેજ પર આવી આ પુરસ્કાર સ્વીકારે તેવી વિનંતી.સોહમ અને સોનાલી સ્ટેજ પર જાય છે અને સતત તાળીઓના ગડગડાટથી તેમને નવાજવામાં આવે છે. તે બંને પંદર હજાર રૂપિયા અને મેડલ લઈને તેમના પ્રિન્સિપલને પ્રણામ કરી તેમના આશીર્વાદ લે છે.પછી બધા