ખજાનો - 84

  • 1.2k
  • 1
  • 750

જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વેરી ગુડ કહેવા લાગ્યા અને જોની સામે જોઈને સ્માઈલ કરવા લાગ્યા. ડ્રાઇવરે ગાડી સાફ કરવા માટેનો કપડાનો એક ટુકડો કાઢ્યો અને તે લાકડાના એક છેડે બરાબર બાંધી દીધો. પછી તરત જ જોનીએ તેને સળગાવ્યો. હવે પ્રકાશ વધી ગયો હતો.એક પછી એક મિત્ર ગાડીમાંથી બહાર આવી રહ્યા હતા. ઇબતિહાજને ઇમર્જન્સી હોવાથી તે દોડતો ગાડી પાછળ ચાલ્યો ગયો અને આંખો બંધ કરી હલકો થવા લાગ્યો. જોની,હર્ષિત, સુશ્રુત,લિઝા, ડ્રાઇવર અને અબ્દુલ્લાહી વેનમાંથી ઉતર્યા અને ગાડીની આગળની બાજુએ કે જ્યાં ખૂબ જ પાંદડા વેરાઈ ગયા હતા તેને સાફ કરીને વચ્ચે મશાલ ઉભી કરી.