ખજાનો - 79

  • 776
  • 1
  • 499

ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયેલા પાંચે યુવાનો તેમજ અબ્દુલ્લાહીજી બંધ વૅનમાંથી જંગલમાંથી પસાર થતા માર્ગને જોઈ રહ્યા હતા. જંગલના ઉબડ ખાબડ માર્ગમાંથી ડ્રાઇવર પોતાની વૅન ખૂબ ઝડપથી ચલાવી રહ્યો હતો. ફુલ સ્પીડે ચાલતી વૅનમાં અચાનક બ્રેક લાગતા ઝાટકો લાગ્યો અને વૅન ઉભી રહી ગઈ. અચાનક બ્રેક લગતા દરેકના મુખેથી એક જ સ્વર નીકળ્યો. "શું થયું...?" તેઓના જવાબ પર ડ્રાઇવર કઈ બોલી ન શક્યો.માત્ર સામે જોઈ ઈશારો કરવા લાગ્યો. ડ્રાઇવરના ઇશારાથી તરત દરેકે માર્ગ તરફ નજર કરી. વાઘ પરિવાર નિરાંતે ચાલતા ચાલતા માર્ગ ઓળંગી રહ્યા હતા. તેમાં ખૂંખાર વાઘ સૌથી આગળ હતો. વચ્ચે તેના ક્યુટ ક્યુટ લાગતા બિલાડી જેવા દેખાતા