ખજાનો - 74

  • 1.1k
  • 1
  • 692

" તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખતા જ નથી. મિચાસું કોઈ સામાન્ય મેજિશિયન નથી. તે અહીંનો ખૂબ જ પ્રખ્યાત કહી શકાય તેવો અને સૌથી વધારે ફીઝ લેતો મેજિશિયન છે. તેનો મેજિક શો જોવા માટે વિશ્વના અન્ય દેશોમાંથી લોકો અહીં આવે છે. અંગ્રેજો મિચાસુના મેજીક શોના દિવાના છે. હા, તે ગુલામ પ્રજાનો દીકરો છે, પરંતુ તેણે પોતાના ટેલેન્ટથી અંગ્રેજોનું દિલ જીતી લીધું છે. તે અંગ્રેજો પાસેથી ખૂબ જ ઉચ્ચ પ્રકારની ફીઝ લઈને અંગ્રેજો માટે મેજિક શો કરે છે. આજે પણ અહીં જે મેજિક શો થવાનો છે તેમાંથી 80 % અંગ્રેજો જ હોવાના. 20% એવી પ્રજા