ખજાનો - 73

  • 1k
  • 1
  • 636

"હા અહીં ઘણી પ્રજા ગુજરાતમાંથી આવીને વસેલી છે. અને ઇન્ડિયામાં થયેલ સ્વાતંત્ર ચળવળ તેમજ આંદોલનો વિશે પણ ટીવી સમાચારમા અમે હિન્દી તેમજ ગુજરાતી ભાષામાં સમાચારો સાંભળ્યા હતા. હિન્દુસ્તાન પાસેથી પ્રેરણા લઈને અહીંની પ્રજા પણ આંદોલનો કરી, અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવાના પ્રયત્નો કરી રહી છે." ડ્રાઇવરે કહ્યું. " ઓહ ગ્રેટ હિન્દુસ્તાનની આઝાદી... હિન્દુસ્તાનમાં થયેલા આંદોલનો....! ખરેખર અન્ય દેશો માટે પ્રેરણા રૂપ બની જશે તે મેં ક્યારેય સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું. આજે વિદેશમાં મારા દેશની પ્રશંસા સાંભળતા મને ગર્વ થાય છે.અને મને ખૂબ જ આનંદ પણ થાય છે કે અન્ય દેશ મારા દેશ...મારા દેશના લોકો... પાસેથી પ્રેરણા લઈ વિકાસ અને પ્રગતિના સ્વપ્નો