ખજાનો - 72

  • 956
  • 1
  • 608

"બાળકો...! અહીં આવી જાઓ..! આપણને સ્ટોન ટાઉન લઈ જવા માટે વૅન આવી ગઈ છે. ઝડપથી વેનમાં ગોઠવાઓ." પાંચે યુવાનોને વૅન પાસે બોલાવતા અબ્દુલ્લાહીએ કહ્યું. પાંચે જણા અબ્દુલ્લાહી પાસે આવ્યા અને એક એક કરીને બધાએ વૅનમાં ગોઠવાયા. ડ્રાઇવરે વેન ચાલુ કરી સ્ટોન ટાઉન તરફ પ્રયાણ કર્યું. કિનારાથી થોડે અંદર જતા સ્ટોન ટાઉન સીટી આવી ગઈ. સાવ અલગ લાગતા મકાનો.. સીટી અને પ્રદેશ જોઈ પાંચે યુવાનો નવાઈ પામતા હતા. "મામુ...! તમે તો ઘણી વખત આ સ્ટોન ટાઉન સિટીમાં આવ્યા છો થોડું ઘણું આ સિટી વિશે અમને જણાવો તો ખરા..! આ સુંદર અને અદભુત ઇમારતો ધરાવતી આ સીટીની હિસ્ટરી શું છે..? એ તો