ખજાનો - 71

  • 1.1k
  • 1
  • 726

"ત્યાં સુધી મિત્રો સાંભળો અહીં જે દુકાનદાર છે તે મારો ખાસ મિત્ર છે. ઝાંઝીબારના સ્ટોન ટાઉનનો જ રહેવાસી છે. આમ જ વેપાર અર્થે મારે અહીં ઘણી વાર આવવાનું થતું હોવાથી તે મારો ખાસ મિત્ર બની ગયો છે. તેનું નામ ચુકાસુ છે. તે કહી રહ્યો છે કે સ્ટોન ટાઉનમાં તેના ઘરે ચલો. તેનો દીકરો પ્રખ્યાત જાદુગર છે અને તેનું જાદુ જોવા આવવાનો આગ્રહ કરે છે. શું કરશું..? એક રાત રોકાઈ જઈશું..?" અબ્દુલ્લાહીજીએ દુકાનદારનો પરિચય આપી પાંચેયનું મંતવ્ય જાણવા કહ્યું. અબ્દુલ્લાહીની વાત સાંભળી પાંચે યુવાનો એકબીજાની સામે જોવા લાગ્યા. નવો પ્રદેશ... નવો વેશ...નવો દેશ... અને નવા રીતી રિવાજ...તેમજ સંસ્કૃતિ... વિશે જાણવાની ઉત્સુકતા