હર્ષનું જળબિંદુ

  • 1.5k
  • 490

આંખો પર હાથની છાજલી કરીને અરજણે આકાશ તરફ જોયું. છૂટાછવાયાં વાદળોથી ઘેરાયેલા આકાશમાંથી વર્ષાને સ્થાને વરસતી આગ જોઈ ઊંડો નિસાસો નાખ્યો. કપાળ પર બાઝી ગયેલ પ્રસ્વેદના બિંદુઓને લૂછતાં લીમડા હેઠે ઢાળેલ ખાટલા પર બેઠો. છેલ્લા ઘણા સમયથી અરજણના મનને એક ચિંતા ખોતરી રહી હતી. કહેવાય છે કે દીકરી પોતાનું ભાગ્ય લખાવીને આવે છે. એમ અરજણની ચાર દીકરીમાંથી બેનાં તો ધામધૂમથી લગ્ન પણ થઇ ગયેલા. એકાદ વરસ પહેલા ત્રીજી દીકરીનું સગપણ થયેલું. દિવાળી પછી લગન નક્કી કરી દેવામાં આવેલા. છેલ્લા બે વર્ષથી પડેલા દુકાળથી ભલભલાની કમર ભાંગી નાખી હતી. તેમાં અરજણ જેવા નાના માણસની શું વિસાત? દુકાળના ભરડામાં ગામલોકો પીસાય રહ્યાં