અ - પૂર્ણતા - ભાગ 2

(24)
  • 4.2k
  • 3.7k

" મિસિસ દેવિકા વિક્રાંત મેહરા." મીરાએ એક નજર દેવિકા પર ફેંકી. અત્યારે વિખરાયેલા વાળ, ચહેરો થોડો આંસુ વડે ખરડાયેલો, આંખમાં ગુસ્સો, દુબળી ન કહી શકાય એવી, માપસરનું શરીર ધરાવતી દેવિકા રૂપાળી તો ન હતી. છતાંય એની ઘઉંવર્ણી ત્વચામાં નમણાશ હતી. રેડ કુર્તી અને વ્હાઇટ બ્લેક ડિઝાઇનના પ્લાઝોમાં એ અત્યારે પણ સુંદર લાગી રહી હતી. " મિસિસ દેવિકા, પતિ તમારા છે તો તમને ખબર હોવી જોઈએને કે આ ઘરમાં તેમની સાથે શું થયું એમ. આમ મારી પર રાડો પાડવાનો કોઈ મતલબ નથી." મીરાએ થોડા કડક અવાજમાં કહ્યું. " હું કાલે આખી રાત મારી ફ્રેન્ડના ઘરે હતી તો મને કેવી રીતે ખબર