અપહરણ - 5

  • 2.5k
  • 1
  • 1.2k

૫. હુમલો થયો ?   અમે ખુશ હતા. અમે ચોવીસ કલાકથી પણ ઓછા સમયમાં પહેલી કડી શોધી કાઢી હતી. સ્થળ મળી ગયું હતું, હેતુ નક્કી હતો. હવે ત્યાં પહોંચવાની જ વાર હતી. વાસ્કરનમાં ખાનગી કંપનીઓ અમુક ફીના બદલામાં પ્રવાસીઓને પહાડ ચડવાનો રોમાંચ આપે છે. બની શકે કે ફ્રેડી જોસેફ પણ એ રીતે પર્વતનું આરોહણ કરવા ગયા હોય અને ત્યાં ક્યાંક ન જડે એવી જગ્યાએ એમણે સંપત્તિ છુપાવી દીધી હોય. એ જે હોય તે, પણ હાલ તો અમારી પ્રાથમિકતા વાસ્કરન પહોંચવાની હતી. વાસ્કરન આમ માનવ વસ્તીથી મુક્ત, કુદરતના ખોળે વસેલું દુર્ગમ અને કેટલેક અંશે જોખમી સ્થાન છે. આરોહણ કંપનીઓ પણ અમુક