કાંતા ધ ક્લીનર - 5

  • 3k
  • 1
  • 2.1k

5.રાધાક્રિષ્નન સાહેબના આ સત્તાવાહી ભાવમાં ઠંડા કલેજે કહેવાયેલા શબ્દો સાંભળતાં જ કાંતા બરફ જેવી થીજી ગઈ.એક જ નાની ઘટનાએ તેની જિંદગી અને કારકિર્દી જાણે મોટો ભૂકંપ આવી જમીનદોસ્ત થઈ ગઈ."સર, હું છેલ્લી ગયેલી એ વાત સાચી છે પણ મેં તેમને મૃત્યુ પામેલા જોયા નથી. મેં એમને મારી પણ નાખ્યા નથી. પછી…" તે ડરતાં ડરતાં બોલી."ઠીક છે. અત્યારે તું મારી સાથે, મારી કેબિનમાં આવ." કહેતા રાધાક્રિષ્નન સાહેબ ચાલવા લાગ્યા. પઠ્ઠી સાથે આવવા ગઈ, સાહેબે એને હમણાં રોકાવા કહ્યું. મોના મોં ચડાવી જોઈ રહી.કેબિનમાં આવતાં જ સરે બારણું બંધ કર્યું અને કાંતાને સામે બેસવા કહ્યું."મૂળ તારી સાંજની ડ્યુટી હતી કે અત્યારની?" તેમણે