શોધ પ્રતિશોધ.. - ભાગ 7

  • 1.8k
  • 1
  • 858

Part 7(ગયા ભાગમાં આપણે જોયું કે લોપાનાં મનમાં સતત કશ્મકશ ચાલતી રહે છે. ઉંઘ તેની આંખોમાંથી ગાયબ છે કેમકે ડાયરી અચલાની પૃથ્વી તરફની લાગણીઓથી ભરી છે. તો વળી અચલાની કઝિન શિખા પણ કોઈ આકાશનાં પ્રેમમાં પડી છે. શિખાનાં મૃત્યુનું કારણ, અચલાને પૃથ્વીએ આપેલ દગાનું કારણ લોપા ડાયરી પરથી જાણી શકશે કે કેમ? હવે આગળ...) લોપા સામે આજ દિન સુધી મા એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી, પતિ તથા સંતાનને સમર્પિત જીવન જીવનાર આદર્શ સ્ત્રી હતી. ડાયરીમાં છતું થતું આ યુવાન અચલાનું સ્વરૂપ તેના માટે કલ્પનાતીત વાત હતી. પોતે ક્યારેક કૌટુંબિક બાબતે કોઈ સવાલ પૂછે તો અચલા તેનાં જેમ બને તેમ ટૂંકા જવાબ