માં અને માં નો છાયો...

  • 2.7k
  • 752

મારો અને મારા મમ્મી નો સબંધ આજકાલ ફોટોમાં જોઈએ એવો બિલકુલ નથી. હું અને મારી મમ્મી એમ જોઈએ તો વિશ્વના નોર્થ પોલ અને સાઉથ પોલ્ જેવા છીએ. આજકાલ ફોટોમાં જોવા મળતા મમ્મીને ચીકીને બાથ ભરતા અમે તો બિલકુલ નથી. અમારો સંબંધ તું થી ચાલુ થાય અને બા મમુડી ડોસી બેરી આવી રીતે પૂરો થાય. રસપ્રદ એ નથી કે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ કે નહીં પણ રસપ્રદ એ છે કે અમે દુશ્મની ખૂબ સારી રીતે નિભાવી જાણીએ નાનપણથી મમ્મી કે એના કરતાં ઊંધું કરવાની મારી ટેવ ખરી. નાનપણથી જ મેં એમની કોઈ વાત માની નથી કેમ કે મને એ બધી