ખજાનો - 68

  • 752
  • 1
  • 434

"મારા દાદાજીને રસોઈ બનાવવાનો શોખ હતો. પોતાના રસોઈના શોખ સાથે તેઓ દેશને આઝાદી અપાવવા માટે ઝઝૂમી રહેલા સ્વાતંત્ર સેનાનીઓની મદદ કરવામાં તેઓ ગર્વ અનુભવતા હતા. તેઓ બહુ જ નીડર અને બહાદુર હતા." પોતાના દાદાજી ઉપર ગર્વ અનુભવતા સુશ્રુતે કહ્યું. "એટલે જ ..! સુશ્રુત તારામાં સ્વાદિષ્ટ રસોઈ બનાવવાનો ગુણ વિકસ્યો છે. દાદાજીનો વારસો તેં જાળવી રાખ્યો હો બાપુ... !" હસીને જોનીએ કહ્યું. "વાત એકદમ સાચી કહી...જોની.. સુશ્રુતે ખરેખર તેના દાદાજીનો વારસો જાળવી રાખ્યો છે. તેની રસોઈ એક મોટા સેફ કરતા કંઈ ઊણી નથી હોતી. તેના હાથનું ભોજન ખાવાનો અનુભવ તો કોઈ ફાઈવસ્ટાર હોટલમાં ખાતા હોય તેવો આવે છે. તેં તારા દાદાજી