ખજાનો - 67

  • 614
  • 1
  • 418

"હર્ષિત...! પેલાં દિવસે..તે કાગળનો ટુકડો તું કેમ સંતાડતો હતો ? એવું તો એમાં શું હતું ?" હર્ષિત સામે જોઈ લિઝાએ સવાલ કર્યો. લિઝાએ પૂછેલા સવાલને સાંભળીને હર્ષિત લિઝા સામે જોઇને મલકાયો. થોડીવાર માટે તે લિઝાની સામે જ જોઈ રહ્યો. " સામે શું જુએ છે ? બોલ ને..એ કાગળમાં એવું તો શું હતું જેને તું સંતાડતો હતો..?" "કંઈ નહીં..!" કહેતા હર્ષિતે નકારમાં હસીને પોતાનું મોઢું હલાવ્યું. " ના કહેવું હોય તો કંઈ નહીં..! હું ફોર્સ નહિ કરું...! પણ.." લિઝા બોલતા બોલતા અટકી ગઈ. " પણ..પણ શું લિઝા..?" " કંઈ નહીં..સમય આવ્યે સમજાઈ જશે " લિઝાએ કટાક્ષમાં હસીને હર્ષિતને વળતો જવાબ આપ્યો.