ખજાનો - 64

  • 772
  • 1
  • 508

"તમારી વાત તો બરાબર છે..! આ હાડપિંજર જોઈ મને પણ થોડો ભય લાગ્યો..!" ગંભીરતાથી વિચાર કરતી લિઝાએ કહ્યું. " આવું કયા કારણે થઈ શકે...?" વિચાર કરતી લિઝા હાડપિંજર પાસે બેઠી અને તેની આજુબાજુએથી આંગળી વડે રેતી દૂર કરવા લાગી. રેતી દૂર કરતા તેને જોયું કે હાડપિંજર માનવનું જ છે જેટલા ભાગમાં હાડપિંજર રેતી સાથે ઢંકાયેલું હતું તે રેતી અને દરિયાના ખારા પાણીને કારણે ઓગળી ગયું હતું. પરંતુ ઉપરનો ભાગ એકદમ સલામત થતો. હાડપિંજર પર સ્ક્રેચીઝ અને કયાંક ક્યાંક કાણાં પડી ગયા હતા. " અબ્દુલ્લાહીમામુ...! આ હાડપિંજરને જોતા તો એવું લાગી રહ્યું છે કે કોઈ માણસ દરિયા કિનારાની ઠંડી રેતીમાં આરામથી