ખજાનો - 62

  • 972
  • 1
  • 630

"જો પાંચેક મિનિટ પણ લેટ થશે તો જહાજ ડૂબી જશે..! લિઝા...! તું ફટાફટ સેફટી ટ્યુબ ઉપર લઈ જાવ અને જેટલો આવશ્યક અને જરૂરી સામાન છે તેને પ્લાસ્ટિકની બેગમાં ભરીને પેક કરી રાખ. ઈમરજન્સીમાં ક્યારેય પણ આપણે ટ્યુબ મારફતે દરિયામાં કુદવાનું થઈ શકે છે." હર્ષિતની વાત સાંભળી તરત જ લિઝા અને સુશ્રુત સેફટીટ્યુબ ઉપર લઈ ગયા. સાથે જરૂરી સામાન પ્લાસ્ટિકની બેગમાં પેક કરવા લાગ્યા. જોની અને અબ્દુલ્લાહીજી એન્જિનમાં હતા. તેઓ બની શકે તેટલું ઝડપથી જહાજને કિનારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યાં અચાનક જહાજની ઝડપ ધીમી થવા લાગી. જોની પ્રયત્ન પૂર્વક જહાજની સ્પીડ વધારી રહ્યો હતો. પરંતુ તેને સમજાતું ન