ખજાનો - 59

  • 1k
  • 1
  • 680

એવામાં અચાનક જ જહાજમાં આંચકો લાગ્યો. બધા જ મિત્રો અચાનક આંચકો લાગવાથી પોતાના સ્થળેથી ખસી ગયા. બચાવ માટે તેઓએ જહાજની કોઈના કોઈ વસ્તુ પકડી લીધી. અચાનક લાગેલા આંચકાથી આશ્ચર્યચકિત થઈ ગયેલ દરેક જણ જહાજના એન્જિન રૂમ તરફ દોડ્યા. " જોની શું થયું...?" લિઝા, હર્ષિત અને સુશ્રુત ત્રણેએ એકસાથે એક જ પ્રશ્ન જૉની સામે જોઈ કર્યો. " હું પણ એ જ વિચારું છું કે અચાનક આવો આંચકો કેવી રીતે લાગ્યો..? અંધારું છે એટલે સબમરીનમાં સ્પષ્ટ દેખાતું નથી." જૉનીએ મિત્રો સામે જોઈને કહ્યું. " મારો અનુભવ કરી રહ્યો છે કે કોઈ વિશાળકાય દરિયાઈ જીવ આપણા જહાજને ટકરાયું હોવું જોઈએ." અબ્દુલ્લાહીએ ઊંડો વિચાર