ખજાનો - 57

  • 1k
  • 1
  • 718

"તમે ચારેય મને મારા ભાણેજ ઈબતીહાજની જેમ મામા કહી શકો છો. તમે હિન્દુસ્તાની છો. મારી બહેનના નિકાહ પણ હિન્દુસ્તાનમાં જ થયાં હતા. એ હીસાબથી પણ હું તમારો મામો થાઉં..!" કહી અબ્દુલ્લાહી હસી પડ્યાં. ચારથી ભલા છ. છએ જણાની દરિયાઈ મુસાફરી શરૂ થઈ ગઈ હતી. અબ્દુલ્લાહી મામા પોતાના અનુભવોને રમુજી અંદાજમાં કહીને પાંચે બાળકોને ખૂબ હસાવતા હતા. આમને આમ છ દિવસ નીકળી ગયા. મામા ભત્રીજો ચારેય સાહસી બાળકોના સ્વભાવ અને રૂચીથી પરિચિત થઈ ગયા. જ્યારે લિઝા,હર્ષિત,જોની અને સુશ્રુત પણ અબ્દુલ્લાહી મામા અને ઈબતીહાજ સાથે દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા હતા. સાંજનો સમય હતો. દૂર દૂર સુધી સમુદ્ર જ દેખાતો હતો.