ખજાનો - 56

  • 1.2k
  • 1
  • 814

"બહુ સરસ..! આપ બંને વિષય જાણીને ખૂબ ખુશી થઈ. આપ બંનેએ ખૂબ સારી રીતે એકબીજાનો પરિચય આપ્યો. કદાચ આપ બંનેને અમારી સાથે મોકલીને રાજાએ અમારી ઘણી મોટી મદદ કરી છે. આપ બંને અમારી સાથે છો, તો લાગી રહ્યું છે કે મારા ડેડ સુધી પહોંચવું હવે વધારે મુશ્કેલ નહીં બને. આપ અમારી સાથે આવ્યા છો. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર...!" લિઝાએ કહ્યું. "અમારા માલિકનો હુકમ સર આંખો પર...! તેઓના મારા પર ઘણા ઉપકાર છે. અને આપની મદદની સાથે જો ખજાનો મેળવીને અમે રાજાને આપીશું. તો અમારા રાજ્યના લોકોનું પણ ભલું થશે અને આ કામ કરતા મને ખૂબ આનંદ થશે..!" અબ્દુલ્લાહીએ