ખજાનો - 53

  • 1.2k
  • 1
  • 780

"જોકે હમણાં તેઓ બેભાન છે ત્યાં સુધી બહુ વાંધો નહીં આવે પણ, આપણે જૉની અને હર્ષિતની શું સ્થિતિ છે તે જાણવું રહ્યું." રાજાએ બંનેની ચિંતા વ્યક્ત કરતા કહ્યું. "તો તેઓની ખબર કેવી રીતે મેળવીશું ?" સુશ્રુત બોલ્યો. "મને લાગે છે કે સૌથી પહેલા આપણે મહેલમાં રહેલ રાજ્યના માણસોને ભેગા કરીને એક મીટીંગ કરવી જોઈએ અને રાજ્યમાં ક્યાંય પણ જો નુમ્બાસાનો કોઈ માણસ હોય તો તેને પકડી લાવે, તેવો આદેશ આપવો જોઈએ. વાત રહી દરિયા કિનારે રહેલ સૈનિકોની તો સૌથી પહેલા મારા સૈનિકો જે બંદી બનેલાં છે તેઓને છોડાવી દઈએ, જેથી કરીને તેઓની સહાયથી નુમ્બાસાના સૈનિકોને પકડી શકાય. પછી વિચારીએ કે