નીલમ સંજીવ રેડ્ડી

  • 2k
  • 672

નીલમ સંજીવ રેડ્ડી ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી મહાત્મા ગાંધીની પ્રેરણાથી રાજકારણમાં આવેલા. કૉંગ્રેસમાં તબક્કા વાર આગળ વધ્યા હતા અને દેશના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિ બન્યા હતા. નીલમ સંજીવ રેડ્ડી એકમાત્ર ભારતીય હતા,જેઓ મુખ્ય મંત્રી, કેન્દ્રીય મંત્રી, કૉંગ્રેસ પ્રમુખ, સ્પીકર અને રાષ્ટ્રપતિ એમ પાંચ પદ પર સેવા આપનાર એકમાત્ર ભારતીય હતા. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને સ્વાતંત્ર્યસેનાની એવા નીલમ સંજીવ રેડ્ડીનો જન્મ ૧૯ મે ૧૯૧૩ના રોજ આંધ્ર પ્રદેશ રાજ્યના અનંતપુર જિલ્લાના ઈલ્લુર ગામે એક તેલુગુ ભાષી હિંદુ પરિવારમાં થયો હતો. આઝાદી બાદ તેઓ આંધ્ર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. આ ઉપરાંત, બે વાર લોકસભાના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી બન્યા