કોણ હતી એ ? - 5

  • 3.8k
  • 2.2k

( પાછળ જોયું કે રવિ એ લોહી ની ઉલ્ટી કરી છે. અરીસા માં કોઈ ની આકૃતિ દેખાય છે. હવે આગળ..... ) રવિ ની તબિયત બગડતી જતી હતી. લોહી ની ઉલ્ટી કરી કરી તેનું શરીર સાવ ફિકુ પડી ગયું હતું. મયંક ચિંતા માં આવી ગયો હતો. તેણે નક્કી કરી લીધું હતું કે ગમે તેમ કરી આ ગુત્થી સુલજાવી જ પડશે. નહિ તો ક્યાંક રવિ નો જીવ જોખમ માં મુકાઈ જશે. રવિ અત્યારે સૂતો હતો. રાત જેમ તેમ વીતી હતી. સવારનો ૧૧ નો સમય થયો હતો. અચાનક રવિ એ આંખ ખોલી અને એકધારું જોઈ રહ્યો. મયંક એ જોયું કે રવિ જાગ્યો છે.