ખજાનો - 52

  • 1.1k
  • 1
  • 774

"ડેન્જરસ સિ પાઇરેટ્સ નુમ્બાસાનો ભય કાયમ રહે...! સિ પાઈરેટ્સ નુમ્બાસાનો હુકુમ છે કે કોઈપણ જહાજ આપણી નજરથી છૂટવું ન જોઈએ. દરેક જહાજને લૂંટીને બધો જ ખજાનો લઈ લેવાનો રહેશે. તથા તેનો હિસાબ કિતાબ પણ નુમ્બાસાને આપવાનો રહેશે. બીજો સંદેશ એ છે કે અહીં જે સાત નંબરનું જહાજ પડ્યું છે. તે જહાજને કોઈ સ્પર્શ નહીં કરે. તેમણે કહ્યું છે કે આ જહાજ તેઓ માટે ખાસ છે. આથી તેઓ ના આદેશ મુજબ અહીં કોઈ જ ફેરફાર કે શોધખોળ થશે નહીં. જેટલા પણ સિપાહીઓ જહાજમાં છે તેઓ બધા જ બહાર નીકળી જાય અને જહાજ જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં તેને રાખવામાં આવે.