ખજાનો - 49

  • 1.4k
  • 1
  • 854

" હા, તું સૌથી પહેલાં તેને મૂર્છિત કરવાની સોય તેને ભોંકી દેજે. જેથી કરીને તેની તાકાત ઓછી થાય." " મને ખબર છે મારે શું કરવાનું છે.વન...ટુ..થ્રિ..ગો...!" કહેતા સુશ્રુતે લિઝાનો હાથ પકડી સુરંગનો દ્વાર ખોલીને કક્ષમાં પ્રવેશ કર્યો. અચાનક કોઈને આમ આવતાં જોઈને નુમ્બાસા ચોંકી ઉઠ્યો. તે બળવાને તુરંત જ મ્યાનમાંથી તલવાર કાઢી અને લિઝા તથા સુશ્રુત કંઈ પણ કરે તે પહેલાં તો નુમ્બાસાએ લિઝાનો હાથ ખેંચીને તેની ગરદન પર તલવાર ધરી દીધી. સુશ્રુતનું આવેશ ભર્યું પગલું લિઝાના જીવનું જોખમ બની ગયું. " પ્લીઝ..પ્લીઝ..! લિઝાને છોડી દો..! તેણે કંઈ નથી કર્યું " ચિંતાતુર સુશ્રુતે કહ્યું. " કોણ છો તમે બન્ને ?