ખજાનો - 48

  • 1.1k
  • 1
  • 730

જોની અને હર્ષિત ઓલ ધ બેસ્ટ કહીને સુરંગના બીજા માર્ગેથી બહાર નીકળવા ચાલતા થયા, જ્યારે રાજા, લિઝા અને સુશ્રુત મોટેથી ઓલ ધ બેસ્ટ બોલીને, મહેલના રાણી કક્ષ તરફના માર્ગ તરફ ચાલતા થયા. " સુશ્રુત તને ખબર છે ને તારે શું કરવાનું છે" " જી મહારાજ મને બરાબર ખબર છે મારે શું કરવાનું છે નિશ્ચિત રહો." " તારા ભોળા સ્વભાવને કારણે મને ડર છે કે તું ક્યાંય ગફલત ન ખાઈ જાય અને તારો જીવ જોખમમાં ન મુકાઈ જાય." " રાજાજી...! સુશ્રુત ભોળો છે, પણ ખૂબ સમજદાર છે. તેના રૂપ અને વાતોને કારણે તેને સામાન્ય ન માનો. મને વિશ્વાસ છે મારો દોસ્ત