ખજાનો - 3

(13)
  • 2.4k
  • 2k

" જેનિશા..જેનિશા ક્યાં છે..? મારે તેને જરૂરી વાત કરવી છે." ડેવિડે ઘરમાં પ્રવેશતાં કહ્યું. " મૉમ કિચનમાં છે,આવે છે. તમે બોલોને અંકલ..! વાત શું છે..? તમે આટલા ગભરાયેલા કેમ લાગો છો..? અને ડેડ..! તમારી સાથે ડેડ ન આવ્યા..?" લિઝાએ પાણી આપતા કહ્યું. ત્યાં જ જેનિસા કિચનમાંથી હાથ લૂછતી આવી. ડેવિડને જોઈ તે બોલી, " અરે ડેવિડભાઈ..! આટલા ગભરાયેલા કેમ લાગો છો..? વાત શું છે..? અને માઈકલ..? માઈકલ કયાં છે..? દેખાતો નથી..?" જેનિશા હાથ બહાર જઈ આજુબાજુ જોવા લાગી. " જેનિસા..! અહીં બેસ..! મારી વાત શાંતિથી સાંભળ..!" જેનિસાને સોફા પર બેસાડતાં ડેવિડે કહ્યું અને પેન્ટના ચોર ખિસ્સામાંથી એક ડબ્બી જેવું કાઢી,