કાંતા ધ ક્લીનર - 3

(11)
  • 3.1k
  • 1
  • 2.3k

3.સવારનાં મૃદુ કિરણો હમણાં જ ખોલેલા પડદામાંથી આવી એ નાના પણ ખૂબ સ્વચ્છ રૂમને ઉજાળી રહ્યાં હતાં. બારીમાંથી પ્રભાતની તાજી હવાની એક લહેરખી આવી.તેણે ઊંડા શ્વાસ લીધા અને બારીમાંથી નીચે ટ્રાફિક વગરના રસ્તા સામે જોઈ રહી. તેણે દૃષ્ટિ ફેરવી. અત્યંત ગીચ ચાલીમાં એક જૂનાં મકાનમાં તેની રૂમ હતી પણ તે રૂમ અંદરથી એટલી તો સ્વચ્છ હતી કે કોઈ મહેલ નો કક્ષ પણ આટલો સુંદર અને સ્વચ્છ ન લાગે.તેણે અરીસામાં જોયું. અરીસો પણ એકદમ સ્પોટલેસ ક્લીન. બારીમાંથી આવતું સૂર્ય કિરણ અરીસાની બાજુમાંથી જાણે પેનલ પર બીજો મીની સૂર્ય ઊગ્યો હોય તેમ ચમકી રહ્યું.તેણે નાનાં રાઈટીંગ ટેબલ પર સ્વચ્છ રંગીન ટેબલ ક્લોથ