શોધ પ્રતિશોધ.. - ભાગ 5

  • 2.2k
  • 1.1k

ગયા ભાગમાં આપણે જોયું કે વિવાન લોપાને વધારે કંઈ પૂછે તે પહેલા લોપા સૂઈ જાય છે અને લોપા ઉઠે ત્યાં વિવાન! આમ બંને વચ્ચે વાતચીતનો દોર સંધાતો નથી. એ દરમિયાન લોપાએ અચલાની ડાયરી વાંચવાનું શરૂ કર્યું . એક પછી એક પલટાતાં પાના સાથે જાણે લોપા પણ પલટતી હતી. 7/10/96પૃથ્વી અને એની વાતો. ઓહ ભગવાન, શું જાદુ હશે આ માણસમાં! મને ખરેખર એ સમજાતું નથી. એ આ દુનિયાથી એકદમ અલગ છે. એ કદી સ્પષ્ટ શબ્દોએ કશું વ્યક્ત નથી કરતો પણ એનાં સુચક વર્તનથી હું મારા ગમતા શબ્દો મેળવી લઉં છું. આજે એણે કહ્યું, "અચુ, કાલે રાતે તે આકાશમાં ચંદ્ર જોયો હતો?