એક ષડયંત્ર.... - ભાગ 105

  • 958
  • 448

(કનિકાને એ સાંજે પણ ભાનમાં ના આવી. એના વિશે રાણાએ ડૉકટર જોડે વાતચીત કરી અને જજ એમને ફોન કરીને પૂછતાછ કરી અને જ્યુડિશિયલ કોર્ટ બેસાડશે એવું કહ્યું અને એ કેસ ચલાવી ગુનેગારોને સજા આપવામાં આવી. હવે આગળ....) માનવને સખત આજીવન કેદ અને કાસમને ફાંસીની સજા આપવામાં આવી જયારે માનવના અબ્બા, અમ્મી અને બબિતા આ કામમાં સપોર્ટ કરવા બદલ એ બધાને એક વર્ષની સાદા કેદની સજા આપવામાં આવે છે. જજે ચુકાદો સંભળાવી અને એને ફોલો કરવા પોલીસને કહી પણ દીધું. તરત જ એ વાત પર અમલ કરતાં જ એ લોકોને જેલમાં મોકલી દીધા અને જેને એરેસ્ટ નહોતા કર્યા એ બધાને પણ.