નલિની

  • 1.8k
  • 646

સુસવાટા મારતો શિશિરનો પવન. ઠંડી કહે મારું કામ. તમારો એકનો એક દિકરો આશુતોષ હજી હોસ્પિટલથી આવ્યો ન હોતો. પુત્રવધુ વૈશાલી અને પૌત્ર દિવ્ય એમના રુમમાં હતાં. આલિશાન બંગલાના મુખ્ય ગેટની પાસે વૉચમેન પણ એના રૂમમાં ભરાઈ રહ્યો હતો. સાહેબ આવવાના બાકી હતાં એટલે એના કાન સતર્ક હતાં.તમારા રુમના તમામ બારી-બારણા બંધ હતા.રુમની બરાબર વચ્ચે એક સગડી સળગતી હતી.તમે એક ખુરશી પર બેઠા-બેઠા શિયાળાની આ કડકડતી ઠંડીને ખાળવા સગડીએ તાપી રહ્યાં હતા,અનુરાગ.તમારી બરાબર પાસેની ખુરશી ખાલી હતી.અલબત્ત હવે એ કાયમ માટે ખાલી જ રહેવાની હતી.જો કે એ જોનારને ખાલી લાગતી હતી.તમારા માટે તો એના પર તમારી‌ નલિની હજીય બેઠી છે. જો