એક ષડયંત્ર.... - ભાગ 4

  • 2.5k
  • 2
  • 1.8k

(સિયાની મિત્ર રોમા પંડિતજી નું પ્રવચન હંબગ ગણાવે છે. સિયા નારાજ થઈ જાય છે. સિયાના દાદા દાદી ઘરે જવા નીકળે છે અને તે જેવા ઘરે પહોંચે છે, તો સિયાના પપ્પા સિયાના લઈ જવા બાબતે તેમને બોલે છે. હવે આગળ.....) “મેં તમને કેટલી વાર કીધું છે કે સિયાને પ્રવચન સાંભળવા નહીં લઈ જવાની, પણ તમને તો સમજાતું જ નથી. તમારા બંનેને પ્રવચન સાંભળવો હોય તો સાંભળો, એમાં મારી ના નથી. તમારી ઉંમર છે એટલે તમે ભજન કરો, આરામ કરો. પણ સિયાની થોડી ઉંમર થઈ છે, તો તમે એને તમારી પાસે સાંભળવા લઈ જાવ છો. તમારા કાનમાં મારી વાત કેમ નથી પહોંચતી.”