આત્મજા - ભાગ 1

  • 4.9k
  • 1
  • 3.1k

આત્મજા ભાગ 1 " નહીં..નહીં..! મારે હોસ્પિટલ નથી જવું. ના..મને હોસ્પિટલ ન લઈ જા...પ્લીઝ પ્રદીપ..! તમે તો મને સમજવાની કોશિશ કરો..!" બેડરૂમના એક ખૂણે ટૂંટિયુંવાળીને બેઠેલી નંદિની રડે જતી હતીને માથું ધુણાવી ગભરાયેલા સ્વરે બોલે જતી હતી. તેના શબ્દે શબ્દે ડરની ભાવના વર્તાતી હતી. તેની આંખોનું કાજળ અશ્રુઓમાં ભળી તેનાં ગોરા ગોરા ગાલો પરથી સરકતું હતું. તેનો લાંબો, કાળો, ગૂંથાયેલો ચોટલો વીંખાઈ ગયો હતો. તેની કેટલીક લટો તેના અશ્રુભીનાં ગાલોને ચોંટી ગઈ હતી. " તારે હોસ્પિટલ તો આવવું જ પડશે નંદિની..! આપણા ભુવાજીએ કહ્યું છે તે સાચું છે કે ખોટું તે જાણવા માટે આપણે હોસ્પિટલ જવું પડશે." નંદિનીને સમજાવતાં પ્રદીપે