I Need you Papa...!

  • 2.2k
  • 804

આપણા ઘરમાં એ જ માણસ સૌથી વધારે ઈગ્નોર થતો હોય છે.આમ પણ એ થોડો વિચિત્ર છે.જલ્દીથી સમજાતો નથી. એ નાકનો ઉપયોગ ત્રણ કામ માટે કરે. શ્વાસ લેવા, ગુસ્સો ટેકવવા અને ચશ્મા ટેકવવા. આંખનો ઉપયોગ બે કામ માટે કરે. જોવા અને ધમકાવવા. પગનો ઉપયોગ ચાલવા અને સોફાની સામે મૂકેલા ટેબલ પર ટેકવવા કરે. એને બે હાથ, છતાં જાતે કશું કરે નહિ. ખુરશી પરથી હલે પણ નહિં. આ માણસના કાન અવાજને જોઈ શકે અને દ્રશ્યોને સાંભળી શકે. આ માણસની છાતી આપણા ત્રણ - ચાર - પાંચ હજાર સ્ક્વેર ફૂટના ઘર કરતાં પણ મોટી હોય છે. એની મોટી છાતીમાં ઘરની જેમ જ