ગોરસ આમલી

  • 1.7k
  • 504

ગોરસ આમલી વાંસ કે લાંબી લાકડી વડે આમલી ઉતારવાનું, ખોલીને તેનું સફેદ ફળ ખાઈને અંદરના કાળા બીજ ધીમે ધીમે ફોલી છાલ ઉતારી કથ્થઇ કરવાના તો પાસ અને જો એ સફેદ થઇ જાય તો નાપાસ...આવી રમત બાળપણમાં મોટા ભાગના રમ્યા હશે .હાલ બજારમાં જોવા મળતું અને આબાલવૃદ્ધ સહુને પ્રિય એવું ઉનાળાનું ઋતુફળ ગોરસ આમલી કે જે વળાંકવાળા અને જલેબી આકારના ફળને કારણે જંગલ જલેબી, ગંગા આમલી, મીઠી આમલી અને વિલાયતી આમલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફળ એપ્રિલથી જૂનના ઋતુમાં આવે છે. તેમાં આયર્ન, પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન મહત્તમ માત્રામાં જોવા મળે છે.. તેના ફૂલો સફેદ-લીલા રંગના અને સહેજ સુગંધિત