એક પંજાબી છોકરી - 13

  • 1.9k
  • 1.2k

સોનાલી જેવા નાટક માટેના કપડાં હાથમાં લે છે,તે રડવા લાગે છે.તે આજુબાજુ બધે જ જુએ છે પણ તેને ક્યાંય કોઈ દેખાતું નથી.ઘણીવાર થઈ તો પણ સોનાલી આવી નહીં તેથી સોનાલીના મમ્મી તેના ચેન્જિંગ રૂમમાં આવે છે.તો સોનાલી ખૂબ રડતી હોય છે સોનાલીના મમ્મી તેની પાસે દોડી આવે છે ને પૂછે છે શું થયું બેટા? તું કેમ આમ રડે છે.સોનાલી પોતાના પહેરવાના કપડાં બતાવે છે.તે જોઈ સોનાલીના મમ્મી પૂછે છે.આ કેવી રીતે ફાટી ગયા.તું પહેરવા ગઈ અને ફાટ્યા હોય તેવું તો લાગતું નથી.સોનાલી રડતા રડતા જ બોલે છે.મમ્મી હું અહીં કપડાં રાખી તમને મળવા આવી હતી અને પાછી આવી તો મારા